Bhartiya Shakahari Vangiono Khajano (ભારતીય શાકાહારી વાનગીઓનો ખજાનો) / संजीव कपूर (Sanjeev Kapoor)
‘ઝી’ ટી.વી.ના લોકપ્રિય કાર્યક્રમ “ખાના ખજાના”ના પ્રસ્તુતકર્તા સંજીવ કપૂર હવે ભારતીય વાનગીઓનો અમૂલ્ય ખજાનો તમારા રસોડા (કિચન) સુધી લઈ આવ્યા છે. આ પુસ્તક દ્વારા પાક-કળામાં દક્ષ આ માસ્ટર શેફે પાઠકો માટે પારંપરિક અને વિદેશી રશૈલીની ભારતીય વાનગીઓની પાર્ટી કરી છે.
આ પુસ્તકમાં જુદા જુદા પ્રકારની વાનગીઓને વીણીને ભેગી કરી છે. અનોખા સ્વાદના શોખીનો અને પરખ કરવાવાળા લોકો આને પસંદ કરશે. ભવ્ય ભોજન સમારંભ હોય અથવા અલ્પાહાર હોય, જો તમે તમારા મહેમાનોને આશ્ચર્યચકિત કરવા ઇચ્છતા હો તો આ પુસ્તક વિવિધ પ્રકારની મસાલેદાર રીતો, સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓ તથા અત્યંત મોહિત કરવાવાળી મીઠી (ગળી) વાનગીઓનો ખજાનો પ્રસ્તુત કરે છે.
પ્રત્યેક વાનગી, જેને જોઈને મોઢામાં પાણી આવી જાય અને જે વર્ષોના અનુભવ અને સાવધાનીપૂર્વક કરેલા પ્રયોગોનું પરિણામ છે, તેને આ પુસ્તકમાં એવી રીતે આપવામાં આવી છે કે તેને સમજવાનું અને તૈયાર કરવાનું ઘણું સહેલું લાગે છે. ભારતીય પ્રણાલીના આ ખજાનામાં વાનગીનાં રુચિકર અને નવાં સંયોજનો, કલ્પનાશીલ વિશેષ સંકેત (ટિપ્સ) અને વિચાર મળશે, જેનાથી વાનગીઓનો સ્વાદ વિશિષ્ટ થઈ જાય છે. ભોજન પકાવવાની પ્રણાલીના ક્ષેત્રે, સંજીવ કપૂરની નવીનતાએ તેમના નામને દેશના તથા વિદેશના પ્રત્યેક ઘરમાં ખૂબ જાણીતું કરી દીધું છે. પાક-કળાના ક્ષેત્રમાં નિપુણતા માટે તેમને વ્યાપક માન્યતા અને અનેક પુરસ્કારો મળ્યાં છે.
સંજીવ કપૂર, ૧૯૮૨ના એશિયાઈ ગેઈમ્સ અને શિલોગમાં થયેલા સાર્ક સમ્મેલનની કેટરિંગ ટિમના અભિન્ન અંગ હતા. તેમણે અનેક દેશોમાં ભોજન-સમારંભ આયોજિત કર્યા છે અને ખૂબ જ વિશિષ્ટ વ્યક્તિઓ જેમ કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના માટે ખાવા-પીવાનો પ્રબંધ કર્યો છે. સંજીવે ભારતીય પાક-કળા પર મલ્ટિમીડિયા CD-ROM શરૂ કરી છે. હાલમાં તેઓ ભારતીય પ્રણાલીના વિશ્વકોષ પર કામ કરી રહ્યા છે. તમે એમનો સંપર્ક Website www.sanjeev kapoor.com પર કરી શકો છો. આ પુસ્તક તમને પાક-કળામાં પ્રવીણતા પ્રાપ્ત કરવામાં તથા કુટુંબ અને મિત્રો પ્રત્યે સ્નેહ દર્શાવવામાં મદદ કરશે.





