Sanjeev Kapoor / Telashivay Shakahari Swayampak (No-Oil Vegetarian Cooking) (ઓઇલવેજિટેરિયન વાનગીઓ / સંજીવ કપૂરનો) (Gujarati Version)
સ્વયંપાકમાં તેલનો અતિરેક ઉપયોગ એટલે અસંતુલિત આહાર, વિવિધ રોગો અને અંતે હૃદયરોગના કારણે થનારા અકાળ મૃત્યુને આમંત્રણ આપવું!
આરોગ્યને નુકસાન પહોંચાડતી આધુનિક જીવનશૈલી અંગેની ચિંતામાંથી જ રસોઈકળાના નિષ્ણાત સંજીવ કપૂર ઘરેલું ભોજનના કટ્ટર સમર્થક બન્યા છે. તેથી જ તેમણે હવે વધારાના તેલ-ઘીનો ઉપયોગ ટાળીને તૈયાર કરેલી વાનગીઓ દ્વારા શરીરને હાનિકારક એવા કોલેસ્ટેરોલ, લિપિડ્સ અને ચરબી જેવા તત્વો સામે લડવાનો નિર્ધાર કર્યો છે. ખાસ તૈયાર કરાયેલી આ વાનગીઓ તમને માત્ર તેલના પ્રમાણ પર જ નહીં, પરંતુ તમારા સમગ્ર જીવન પર નિયંત્રણ રાખવામાં પણ મદદ કરશે.
આજનું તણાવપૂર્ણ જીવન જાણે આપણને ચીસ પાડી કહી રહ્યું છે કે ખોરાક લેતી વખતે સમજદારીનો ઉપયોગ કરો. પૌષ્ટિક, ઓછી કેલરીવાળી, કોલેસ્ટેરોલ ન વધારતી છતાં સ્વાદિષ્ટ અને સરળ વાનગીઓ બનાવવાનો પડકાર સંજીવ કપૂરે આ પુસ્તકમાં ખૂબ જ સરળતાથી સ્વીકાર્યો છે. વિશાળ સંશોધન અને તેમની વિશિષ્ટ સ્વાદની છાંટ સાથે તૈયાર કરેલી આ વાનગીઓ તમારું જીવન બદલી નાખશે.
આ આરોગ્યપ્રદ વાનગીઓમાં ગરમાગરમ સૂપથી લઈને સ્વાદિષ્ટ સ્ટાર્ટર્સ અને મુખ્ય ભોજનમાં અનેક નવીન વાનગીઓનો સમાવેશ થાય છે. રેડ બેલ પેપર સૂપ, બાલ્સેમિક વિનેગરમાં મશરૂમ્સ, સૌંફિયા ટિક્કા, ટેબ્યુલે સ્ટફ્ડ ટોમેટોઝ, શાકભાજીની લીલીછમ થાઈ કરી જેવી અનેક વાનગીઓનો સ્વાદ તમે વારંવાર માણવા ઇચ્છશો.
ખાસ શાકાહારી લોકો માટે સંજીવ કપૂરે “તેલ વિના રસોઈ”ની આ શાકાહારી આવૃત્તિ તૈયાર કરી છે. તેમાં અગાઉના “તેલ વિના રસોઈ” પુસ્તકની તમામ શાકાહારી વાનગીઓ ઉપરાંત અનેક નવી વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ચાલો તો પછી… સંજીવ કપૂરે આપણી સમક્ષ રજૂ કરેલી આ વાનગીઓની મદદથી આપણા રસોડામાં અને જીવનમાં ફરી એકવાર સારા આરોગ્યને આમંત્રિત કરીએ.





